​’તને ક્યાં સંબંધ થી ઓળખું’ ?????

તને ક્યાં સંબંધ થી ઓળખું ?????

જ્યારે દુનિયા થી દુર એકલો નિરાશ થઈ ને બેઠો હોવ છું ત્યારે અચાનક તું વાદળો ને ચીરતો એક ઉમ્મીદ નું કિરણ બની ફરી ઉત્સાહ જગાડી દેશ…. 

તો ક્યારેક મૂંઝવણ માં હોઉ તો અચાનક પવન ની લહેર બની મારા નિર્ણય માં પોતાની હામી પુરાવશ….

જ્યારે તું કોઈ બાળક નું સ્મિત બનીને આવશ ત્યારે ઘડીક હું પણ ચિંતામુક્ત થઈ જાવ છું

એકદમ શાંત પડેલી બેરંગ જિંદગી માં અચાનક સુંદર પક્ષી ના કલરવ થકી મારી જિંદગી ને તૂ ફરી સુંદર બનાવી દેશ…

હું તને ઈશ્વર કહું …કે મિત્ર કહું…. કે પિતા કહું …..કે માઁ કહું …..?????

જ્યારે પણ હું હારી જાવ છું તૂ  મારી પાસે કોઈક ને કોઈક રીતે આવીને …… મને પ્રોત્સાહિત કરસ , જે જોઈએ છે તે મારા માંગ્યા વિના મને આપસ.

મારે તને પૂછવું છે કે ,……….

તૂ આટલો ઉદાર કેમ છો ? 

મેં શુ કર્યું છે તારા માટે , કે તૂ મારી મદદ કરશ ?

તૂ કેમ કોઈ દિવસ મને નથી કહેતો કે મેં તારી મદદ કરી છે તો તારે મારી પૂજા કરવાની છે ? ( કારણકે ઘણા લોકો મદદ નહીં પણ આપણા પર અહેસાન કરતા હોય એવું જાતાવતા હોય છે.)

તને લોકો જે નામ થી , સંબંધ થી ઓળખતા હોય તે પણ હું તો આપણા આ સંબંધ ને કોઈ નામ નથી આપવા માંગતો.

Kuldeep ‘નાદાન’

14/6/2017 

8:31pm to 9:06 pm

‘મંઝિલ અને સફર’

લોકો મંઝિલ સુધી પહોંચવાની દોડ માં ઘણીવાર એ જ ભૂલી જાય છે કે , તેની જિંદગી તેના પોતાના સિવાય બીજા ઘણા લોકો ની પણ છે , એ લોકો કે જે તેના પોતાના છે….તેના માટે જ તો તે પોતે આટલા ત્યાગ કરે છે….

ઘણી વાર આપણે કંઈક મેળવવા માટે ઘણું બધું ગુમાવતા હોઈએ છીએ કે જેની આપણને ખુદ ને પણ ખબર નથી હોતી.

એ મુકામ શુ કામ નો ??????     કે ,…..

જ્યાં આપણે અને  આપણી મંઝિલ માત્ર બે જ હોય ….શુ એ એકાંત માં આપણી સફળતા ની મજા આવશે ? ..ના ……આખરે કોઈ આપણું પણ હોવું જોઈએ કે જે આપણી સફળતા માં આપણાં કરતા વધારે ખુશ હોય,..બસ….એ  વ્યક્તિ ને કદી ના ગુમાવવી ન જોઈએ… ક્યારેક એવા વણાંક પણ આવે છે જિંદગી માં કે જ્યાં આપણે પોતાની ખુશી કરતા આપણાં પરીવાર ની ખુશી માટે જતું કરવું પડે …..
મંઝિલ તો ઘણા લોકો ને મળે છે પણ સાચી વાત તો એ છે કે ‘સફર ની મજા લેતા રહીયે’ કારણકે પછી કદાચ મંઝિલ ના મળે તો પણ સફર નો આનંદ યાદગાર બની રહેશે …..

એક રોમાંચ… એક અનુભવ થી છલકતી આંખો….એક અલગ જ અહેસાસ ……એક વ્યક્તિ કે જે નિષ્ફળતા ને પણ ઉત્સવ ની જેમ માણી રહ્યો છે…..કારણકે તે જિંદગી ના આ રહસ્ય ને સારી રીતે જાણી ગયો છે કે સફળતા ને નિષ્ફળતા માં પડવા કરતા સફર નો આનંદ ઉઠાવતા રહીયે……જિંદગી ના સફર માં ક્યારેક પાક્કો તો ક્યારેક કાચો રસ્તો આવશે પણ આપણા ચહેરા પર હંમેશા સ્મિત હોવું જોઈએ અને એક તૈયારી , જે મળે તેને સ્વીકારવાની ….પછી જુઓ મિત્રો જિંદગી કેવી મજાની થઇ જાય છે.

6/4/2017….12:02 pm

✍✍✍✍📃📃📃📃

મંઝિલ નહીં , રસ્તો બદલીએ 
ચાલને આજે એક નવો અખતરો કરીયે

બીજા નહીં , આપણે ફેંસલો કરીયે

ફરી જિંદગી મરજી મુજબ ની કરીએ.

Kuldeep’નાદાન’

4/11/2016………6:45 pm

‘હર એક પળ’

​હર એક દિવસ, હર એક પળ, ઉત્સવ છે મારા જીવન માં તારા અસ્તિત્વ નો, મારો પ્રેમ કોઈ એક દિવસ નો મોહતાજ નથી

Kuldeep khara ‘નાદાન’ 13/2/2017…6:44 pm

કાલ valentine day છે,લોકો નવી નવી રીતે પોતાના પ્રેમ ની ઉજવણી કરશે….. પણ ઘણા લોકો માટે તો આ અહેસાસ તો રોજીંદો છે ,કે જેઓ પોતાના પ્રેમ ને યાદ નથી કરતા કારણકે તેઓ પોતાના પ્રેમ ને ક્યારેય ભૂલતા જ નથી

‘પ્રેમ એ દિવસો નો મોહતાજ નથી એ તો જીવન ની ક્ષણે ક્ષણ અનુભવાતો અહેસાસ છે.’

‘નાદાન’

​નાદાન નામ રાખવાનું એક કારણ અહીં જણાવું છું

મારા માટે મને  આ નામ વધારે યોગ્ય લાગ્યું.

📝નાદાન છું નાદાન જ રહેવા દે 

દુનિયા ની આ રીતો થી અજાણ જ રહેવા દે

નથી સમજતો એટલે નાદાન નથી હું

સમજી ગયો છું એટલે જ નાદાન છું હું📝

By me , Kuldeep khara

time :- 1/1/2017 2:43 pm

પહેલા એ વાત નો અફસોસ થતો કે હું કેમ બધું સમજી નથી શકતો …..અને હવે એ વાત નો અફસોસ થાઈ છે કે સાલું બધું સમજાય છે

હવે ઘણી વાત સાંભળી ને પણ અજાણ બનવાનું નાટક કરવું પડે છે. ખોટું બોલી નથી શકાતું અને સાચું કોઈ બોલવા નથી દેતું.